કચ્છમાં નવા વર્ષનાં પ્રારંભથી શિયાળાની કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકોને રાત્રિનાં અને વહેલી સવારની સાથે દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બુધવારનાં નલિયા સતત રાજ્યનું મોખરાનું ઠંડું મથક નોંધાયું હતું. આ વિસ્તારનાં લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે