પાદરા નગરના સર્વાંગી વિકાસને નવી દિશા આપવાના ભાગરૂપે લગભગ ₹12 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસ કાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું. પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ વિકાસ કાર્યોનું પ્રારંભ કરવામાં આવતાં નગરજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.