સાયલા - મૂળી બાયપાસ રોડ પાસે આજે (19 જાન્યુઆરી) રાત્રે 8 વાગ્યે અચાનક એક ડમ્પરમાં ચાલુ ડમ્પરમાં ભયંકર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ત્યારે આગની લપેટોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આખું ડમ્પર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયું હતું.બાયપાસ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો અને અનેક વાહનો રસ્તામાં જ અટકી ગયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે કાળો ધુમાડો દૂર દૂર સુધી દેખાતો હતો.