ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની આગેવાની હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાની મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા ટાઉન ખાતે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર PGVCL ટીમો સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1,30,90,000/- (એક કરોડ ત્રીસ લાખ નેવું હજાર) નો દંડ ફટકારવામાં આવ્યો છે.