ગારિયાધાર: ગારિયાધાર નગરપાલિકાના વોર્ડ નં. 3માં કચરા મુદ્દે વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
ગારિયાધાર નગરપાલિકાના વોર્ડ નં. 3માં કચરા મુદ્દે વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ, વિસ્તારના કચરાના પ્રશ્નને લઈને સ્થાનિક સદસ્યએ પોતે જ આગળ આવી પોતાની ગાડી દ્વારા કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે રાજકીય તેમજ સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ બની ગઈ છે. કેટલાક લોકો સદસ્યની કામગીરીને સેવા ભાવના તરીકે વખાણી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકોનો આક્ષેપ છે કે આ કામગીરી નગરપાલિકાની નિયમિત વ્યવસ્થાની ખામી દર્શાવે છે.