સાયલા-ચોટીલા હાઈવે પર આયા ગામના પાટિયા પાસે કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.અકસ્માતમાં વાંકાનેર તાલુકાના એક જ પરિવારના પાંચ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા.વાંકાનેરના રાતાવીડા ગામનો પરિવાર સાયલા મંદિરે દર્શને જતો હતોઃ અકસ્માતના સીસીટીવી વાયરલ થયા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઈવે પર ડિવાઈડર તોડીને બનાવેલા ગેરકાયદેસર રસ્તાઓ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. હાઈવે વિભાગ દ્વારા આવા જોખમી ડિવાઈડર કટ બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.