ખાંભા તાલુકા ના નાના વિસાવદર ના પાટિયા નજીક ખુલી જગ્યા માં એક આઇસર માં 500 પેટી જેટલો ઈગ્લિસ દારૂ કટિંગ થવા ની બાતમી સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાત્રી ના રેઇડ કરી ઝડપી પડ્યો હતો અને મોટી સફળતા હાથ લાગી હતી મુદામાલ સાથે 1 કરોડ થી વધુ નો મુદામાલ ઝડપાયો હતો જેમાં 1 આરોપી ની અટકાયત કરવા માં આવી છે જયારે અન્ય ત્રણ જેટલાં આરોપી ફરાર થઇ ગયા છે, મળતી માહિતી પ્રમાણે ખાંભા ચલાલા હાઇવે ઉપર આવેલ નાના વિસાવદર ના પાટિયા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે