સુરત: પાટીદાર સમાજના કદાવર નેતા અને લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સુરત ખાતે 15- 01- 2026ના રોજ આયોજિત એક કાર્યક્રમમાં સમાજની વરવી વાસ્તવિકતા પર આકરા પ્રહારો કર્યા હતા. 'સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ'ના મંચ પરથી તેમણે શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે, હવે સમાજમાં આંતરિક અનુશાસન અને મજબૂત 'બંધારણ' ઘડવાની તાતી જરૂરિયાત છે.પરષોત્તમ રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને માનસિકતા પર સવાલો ઉઠાવ્યા હતા.