એસ.ટી વિભાગ એક બાજુ મુસાફરોને આકર્ષવા માટે નવી નકોર બસ દોડાવી રહ્યું છે.ત્યારે બીજી બાજુ લોકોને સવલત આપવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે અને રજૂઆત બાદ અધિકારી કહી રહ્યાં છે તમારે અન્ય ડેપોમાં જતું રહેવું જોઈએ ત્યાંથી આ રૂટ પરની બસ તમને મળી જશે આવા જવાબ થી મુસાફરીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પ્રમાણાવદર પંથકના લોકોને એસ.ટી.ની સુવિધા નો લાભ મળે તે માટે માણાવદર શહેર ભાજપ પ્રમુખ નીરજ જોષીએ વાહન વ્યવહાર મંત્રી અને વિભાગીય નિયામકને લેખિતમાં રજૂઆત કરી હતી.