ઝાલોદ: ઝાલોદ ખાતે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થાય,સૌપ્રથમવાર ઘૂંટણના સાંધા બદલવાનું (TKR)જટિલ ઓપરેશન સફળ બન્યું
Jhalod, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ સાંજે 5.30 કલાક સુધીમાં અચિવ હોસ્પિટલના ડૉ. હાર્દિક લબાનાએ 35 વર્ષીય મહિલાની સર્જરી કરી, ઓપરેશનના બીજા જ દિવસે દર્દીને ચાલતા ઘરે મોકલાયા.ઝાલોદના આરોગ્ય ક્ષેત્રે એક મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે.ઝાલોદ શહેરમાં સૌપ્રથમવાર ઘૂંટણના સાંધા બદલવાનું (Total Knee Replacement - TKR) જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે, જેણે હવે સ્થાનિક સ્તરે જ આધુનિક તબીબી સેવાઓ ઉપલબ્ધ થવાની આશા જગાવી છે.