જુનાડીસામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી, લોકોમાં ભયનો માહોલ
Deesa City, Banas Kantha | Dec 1, 2025
ડીસા તાલુકાના જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે.શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ આયુધો સજાવીને બેઠેલા તસ્કરો દાવ અજમાવવા લાગ્યા છે ત્યારે જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ વાસીભાઈ પ્રજાપતિ પરિવાર સાથે લગ્ન પ્રસંગ અર્થે મકાન બંધ કરી બહાર ગયા હતા.તે દરમિયાન રાતના સમયે અજાણ્યા તસ્કરોએ ચોરી કરીને ફરાર થયાં હતાં....!