લીંબડી શહેરમા ઉંટડી પુલ થી હોસ્પિટલ રોડ પર જતા ગઢની રાંગે પડેલું ગાબડુ દિવસો દિવસ વધુ જર્જરીત બની ભ્રષ્ટાચાર ની પોલ ખોલી રહ્યું છે. જો વહેલી તકે આ ગાબડું અને ભોગાવો નદીના પટમાં ધસી પડેલી દિવાલ નુ જો રીપેરીંગ કામ કરવામાં નહી આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ, નાના વાસ, મોટા વાસ તરફ નો રોડ કાયમી ધોરણે બંધ થઈ જવાની સંભાવના છે આ બાબતે સ્થાનિક આગેવાન નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.