જુનાગઢ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનું નિવેદન સામે આવ્યું છે.જવાહર ચાવડાના રોજગાર સહાયતા અભિયાન ને લઈ સવાલો ઉઠાવ્યા છે.તેલ તો એના પેટમાં રેડાયું છે.જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે.જૂનાગઢ જિલ્લામાં તેઓ પોતાનો દબદબો બનાવી ન શક્યા એટલે હવાતિયાં કરી રહ્યા છે.ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે જ રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ.કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી.તેવું જણાવી પ્રતિક્રિયા આપી હતી.