ગોધરા શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે ગોધરા જિલ્લા સેવા સદન સંકુલ અને અન્ય સરકારી કચેરીઓની બહાર પણ પાણી ભરાયા હતા, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા સરકારી કર્મચારીઓ અને અન્ય નાગરિકોને આ ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં ઘણી મુશ્કેલી પડી હતી.