Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: નેશનલ હાઇવે માખીંગા પાટિયા પાસે ઓવરટેક કરવાની લ્હાયમાં ડમ્પર પલ્ટી માર્યું

Palsana, Surat | Aug 28, 2025
નેશનલ હાઇવે નંબર 48 ઉપર માખીંગા ગામની સીમમાં ઓવર ટેક કરવાની લ્હાયમાં સવારે 8 વાગ્યે ડમ્પર નંબર GJ 21 W 6306 ના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કપચી ભરેલું ડમ્પર હાઈવેની બાજુમાં બનાવેલી વરસાદી ગટરમાં પલ્ટી થઈ જતા હાઈવે ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી આ ઘટનાની જાણ પલસાણા ટ્રાફિક પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ભારણ હળવું કરી ક્રેઇનની મદદથી ડમ્પરને બાજુએ ખસેડાયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us