બોરતળાવ વિસ્તારમાં આવેલા મફતનગરના ખોડિયાર ચોક પાસે તા. ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે રાજુભાઈ સોચલા તેમના મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન મહેન્દ્ર ઉર્ફે ટકી રાઠોડ અને તેના સાગરિતોએ 'અહીં કેમ ઊભા છો' કહીને ગાળો બોલી હુમલો કર્યો હતો. જે ઘટનામાં રાજુભાઈ ના પિતા ને પણ ઇજા પહોંચી હતી જે અંગેની પોલીસ ફરિયાદ બોર તળાવ પોલીસ પથકમાં નોંધાતા પોલીસે આ ઘટનામાં છ આરોપીને ઝડપી લીધા.