ભાવનગર શહેરના નિર્મળ નગરમાં રહેણાંક મકાનમાં આગ,ઘવખરીનું નુકસાન.બનાવ અંગેની મળતી વિગત મુજબ ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં શેરી નં. 10 સામે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં મંદિરમાં કરાયેલા દીવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.આગને કારણે ઘરમાં રહેલી ઘવખરીને નુકસાન થયું હતું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ સ્ટાફને થતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું, ફાયર તથા સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.