ખેડા જિલ્લાના નડિયાદ નાં સલુણ ગામના ચોપટી વિસ્તારમાં ગંદકી થી સ્થાનિકો ત્રસ્ત, ગ્રામજનો પાયાની સુવિધાઓથી વંચિત. સલુણ ગામની સીમમાં આવેલા ચોપટી વિસ્તારમાં અત્યારે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અહીં લગભગ 500 જેટલા ઘર વસેલા છે, પણ સ્થાનિક લોકોની અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતાં નથી. વરસાદી માહોલમાં રસ્તાઓ પર કાદવ અને કીચડના કારણે નાનાં બાળકોને શાળાએ જવામાં પણ ભારે તકલીફો સહન કરવી પડે છે.જેના કારણે કેટલાક બાળકો બીમાર પણ પડે છે.