કાલોલ તાલુકાના જેલી ગામે રહેતા સોલંકી અશ્વિનસિંહ પ્રતાપસિંહ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તેના પોતાના નામનો આવકનો ખોટો દાખલો ગ્રામ પંચાયત દ્વારા તેની જાણ બહાર કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે.જેની તટસ્થ તપાસની માંગ સાથે અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. જેને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ખંડેવાળ -૨ ગ્રામ પંચાયતના તલાટીને તપાસ સોંપવામાં આવી.