વ્યારા શહેરના મિશન નાકા નજીકથી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત રેલી કાઢવામાં આવી.તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નજીકથી વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત શનિવારના રોજ 12 કલાકે રેલી કાઢવામાં આવી હતી.જે રેલી આદિવાસી સમાજના અધિકારો માટે નિકળી હતી.બાદમાં વ્યારા શહેર માંથી રેલી પસાર થઈ પાનવાડી ખાતે પોહચી જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી.