વઢવાણ શહેરના આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્થાપના દિવસ નિમિત્તે વઢવાણ ધરમ તળાવ ખાતે રૂપિયા 3.20 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીની મહાઆરતી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વઢવાણ રાજ પરિવાર, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.