ગણેશ ચતુર્થીના શુભ દિવસથી દસ દિવસીય ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ગણેશ મહોત્સવ લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોએ પોતાના ઘરોમાં તથા ફળિયા મહોલ્લામાં ઠેર ઠેર પંડાલો ઊભા કરી ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરી છે. દસ દિવસીય ગણેશ મહોત્સવને લઇને ગરબાડા નગર સહિત પંથકમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓનું રંગે ચંગે અને ધામધૂમથી આગમન કરાયું હતું અને ભવ્ય આયોજનો સાથે ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગરબાડા નગરમ..