જામનગરમાં આવેલી 'ઓલા' કંપની ના વાહન કે જેના ગ્રાહકોને સર્વિસ ના નામે ભારે હાલાકી વેઠવી પડે છે અને વાહનમાં અનેક પ્રકારની ખામીઓ સર્જાતાં વાહન સર્વિસમાં આપ્યા પછી રીપેરીંગ સમયસર થતું નથી, અને વાહનચાલકોને ભારે ધરમધક્કા ખાવા પડે છે. કંપનીના સર્વિસ સ્ટોરની બહાર અનેક વાહન ચાલકોએ પોતાના વાહન સર્વિસ માટે આપ્યા પછી પરત મેળવવા માટે સ્ટાફ સાથે મથામણ કરવી પડી રહી છે, તે જોવા મળ્યું હતું.