This browser does not support the video element.
ગોધરા: તાલુકાના મારુતિનગર ગામે 18 વર્ષીય યુવાને લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરા તાલુકાના ટુવા પેટે વિઝોરા ગામે રહેતા પ્રકાશકુમાર અશોકભાઈ ચાવડાએ કાંકણપુર પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 25 ઓગસ્ટના રોજ સવારના અરસામાં તેઓના 18 વર્ષીય દીકરા ચિરાગે ગોધરા તાલુકાના મારુતિનગર ગામે આવેલ નર્મદા કેનાલ નજીક જંગલની સીમમાં લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું, સમગ્ર મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.