ગઈ તારીખ 29 સપ્ટેમ્બરના રોજ એટલે કે દુર્ગાષ્ટમીના દિવસે કડી તાલુકાના અલગ અલગ ગામો માં માતાજી નિવેદ તેમજ પલ્લી ભરવામાં આવી હતી.કડી તાલુકાના કાસવા ગામે સમસ્ત ઠાકોર ઝાલા મકવાણા પરિવાર દ્વારા જુની પરંપરા મુજબ દુર્ગાષ્ટમીના દિવસે માતાજીની અનોખી રીતે પલ્લી ભરવામાં આવે છે.ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમભાવ અને એકતા ટકાવાવ માટે વર્ષો પહેલાં આ રીતે પલ્લી ભરવાની શરૂઆત વડીલો દ્વારા કરવામાં આવી હતી.આજે પણ આ પરંપરા યથાવત જોવા મળી રહી છે.