ખંભાતના ધુવારણ મહીસાગર નદીમાં એક અજાણ્યા યુવાનની મૃત હાલતમાં લાશ તણાઇ આવી હતી. જેની જાણ થતા ખંભાત ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબ્જે કર્યો હતો અને તપાસ ધરી છે.મૃતક યુવાન કોઈ અગમ્ય કારણસોર મરણ ગયાનું જાણવા મળ્યું છે. 30 થી 35 વર્ષના અજાણ્યા મૃતક યુવાને શરીરે લાલ કલરનું શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે.જેના જમણા હાથ પર અંગ્રેજીમાં ત્રણ અક્ષર લખેલા છે.જેમાં પ્રથમ અક્ષર વંચાતો નથી. જ્યારે બીજો H અને ત્રીજો E લખેલો જણાઈ આવ્યો હતો