પેટલાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલ નજીકથી જેત્રા ના વડ તરફની ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. હાલ છેલ્લા બે ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલ નજીક બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકોને આગામી દિવસોમાં વહેલી તકે બ્રિજની સુવિધા મળશે તેવી આશા બંધાઈ છે.