અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું.આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજરોજ જન કલ્યાણની ભાવનાથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કથામાં પરેશ પટેલ અને તેઓના પત્ની સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા.આ કથાનો સૌ પોલીસ પરિવારોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.