નર્મદા જિલ્લાનું એકતાનગર આજે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પર્યટનનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતું હોવાથી અહીં યોજાતા આવા મહોત્સવો જિલ્લાની ઓળખને વધુ ઊંચાઇ આપે છે. મોન્સૂન ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓ ન માત્ર કુદરતી સૌંદર્યનો આનંદ માણશે પરંતુ આ વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયની પરંપરા અને સંસ્કૃતિને નજીકથી અનુભવી પણ શકશે.