આજે તારીખ 22/08/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમા ભણતા હિન્દુ સમાજ માઠી આવતા સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થતાં ગુજરાતના હિન્દુ સમાજ તેમજ સિંધી સમાજમાં રોષ ફાટેલ છે. આ અંગે સિંધી સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા સ્કૂલ સંચાલકોની ભૂલ છે તેવું મનાઈ રહેલ છે. વિધાર્થીની હત્યા બાદ સ્કૂલમાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતો અને હાલ સાંભળવા મળેલ મુજબ સ્કૂલ સંચાલકો અદ્રશ્ય થઈ ગયેલ છે.