વાલોડ તાલુકાના અંધાત્રી ગામેથી બાઈક ની ટ્રાયલ કરવાના બહાને અજાણ્યો ઈસમ બાઈક લઈ રફુચક્કર થયો.તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ અંધાત્રી ગામના ફરિયાદી વિનોદ સોલંકી પાસે તેમના પુત્રની જુની મોટર સાયકલ વેચાણ થી આપવાની હોય જે અંગે અજાણ્યા ઈસમે ઘરે આવી મોટર સાયકલ ની ટ્રાયલ લેવાના બહાને અંદાજે 30 હજારની મોટર સાયકલ લઈ રફુચક્કર થતા વાલોડ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી છે.