કડોદરા વિસ્તારની એકજ સોસાયટી અને એકજ સ્કૂલના પરપ્રાંતિય શ્રમજીવી પરિવારના બે બાળ કિશોરો ગત તારીખ 26 ઓગસ્ટના રોજ સ્કૂલેથી આવી 12 વર્ષીય પ્રિન્સ વિનય ચૌધરી, અને 11 વર્ષીય શુભમ રાજા શ્રીવાત્સવ રમવા માટે ગયા હતા જેઓની શોધખોળ કરવા છતાં નહી મળતા કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે આ બાળકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના નહી બને તે માટે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.