વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ગુરુવારે મોડી રાતે એક રીક્ષા ચાલક મુસાફરો લઈ વાલિયાથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન વાલિયાની સિલુડી ચોકડી પાસે ઉભેલ ટ્રક પાછળ રીક્ષા ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું તાળી વાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.