અમરેલી શહેરમાંથી પસાર થતા “વિકાસ પથ” પર જેટકો ઓફિસથી અમરેલી બાયપાસ સુધી (૫૦૦ મીટર)ના માર્ગ પર સી.સી. રોડ અને પેવર બ્લોકની કામગીરી માટે રૂ. ૨ કરોડના કામને મંજૂરી અપાવતા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયા.અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે સરકારમાં અસરકારક રજૂઆત કરેલ જેના ફળ સ્વરૂપે બે કરોડ રૂપિયા મંજૂર થયા