સુરેન્દ્રનગર: આસ્થા અને આધ્યાત્મિકતાના પ્રતિક સમી શાંતિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રમણ બાદ શહેરના આંગણે ભવ્ય આગમન થયું હતું. આગામી વર્ષ ૨૦૨૬ માં આવી રહેલી 'ત્રણ જન્મશતાબ્દીના અનુસંધાનમાં આયોજિત આ યાત્રા ધર્મપ્રેમી જનતા માટે આશીર્વાદરૂપ બની હતી.