હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન "નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫"ની ઉજવણીનું આયોજન ક