ગોધરા શહેરના બામરોલી રોડ સુદામા પાર્ક સોસાયટીમાં 56 વર્ષીય જગદીશભાઈ પટેલનો મૃતદેહ તેમના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના ભાઈ દશરથભાઈ પટેલે ગોધરા એ ડિવિઝન પોલીસમથકે અકસ્માતે મોતની ફરીયાદ નોંધાવી છે. ઘટના 26 ઑગસ્ટના બપોરે બની હતી, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.