અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાયો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વમ વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં મગરનું એક બચ્ચું કેદ થયું હતું. મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મુકવા વન વિભાગે તજવીજ શરૂ કરી છે.