ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ આસ્થા ચોકડી પાસે એક રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી મારી ગઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રીક્ષા ચાલકને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી હતી.