This browser does not support the video element.
ખંભાત: રાલેજ ખાતે તાલુકા કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો, નાયબ કલેકટર સહીતના અધિકારીઓ તેમજ ભાજપાના હોદેદારો જોડાયા.
Khambhat, Anand | Sep 25, 2025
ખંભાતના રાલેજ ખાતે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંયતિ નિમિત્તે તાલુકા કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન નાયબ કલેકટર કુંજલભાઈ શાહ, મામલતદાર જયદેવભાઈ વાંક , તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલા, તાલુકા સંગઠન પ્રમુખ સાગરભાઈ પટેલ, મહામંત્રી રાજેશભાઈ ભરવાડ, વિજયસિંહ ગોહિલ, એપીએમસી ચેરમેન ગિરીશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કેતનભાઈ પટેલ સહીતના હોદેદારો જોડાયા હતા.