છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ બ્રિજ પર મોટું ગાબડું પડતા તંત્ર ચેતી ગયું છે. સુરક્ષા હેતુસર તંત્ર દ્વારા બ્રિજ પરથી વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવાયો છે.વાહનચાલકોને તંત્ર દ્વારા વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સતત વરસાદ અને નદીના તેજ પ્રવાહને કારણે બ્રિજની હાલત ખરાબ થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.