જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર યોજાઈ હતી.જેમાં રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી ગઈકાલે સાંજે કાર મારફત પોરબંદર આવવા રવાના થયા હતા. રાત્રે નવેક વાગ્યે પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું આગમન થતા પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા ના પણ કેટલાક કોંગી આગેવાનો એ તેઓનું એરપોર્ટ પર પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું