સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.તેવામાં અંકલેશ્વરના છાપરા, કાસિ યા, બોરભાથા ગામના ખેડૂતોએ ખેતરની ઉપજો તોડી લેવાની શરૂઆત કરી છે.ખેડૂતોએ પોત પોતાના ખેતરોમાં પાક બચાવવા જહેમત ઉઠાવી છે.અને મુખ્ય માર્ગ ઉપર પાક એકઠો કર્યો હતો.