ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અધિકારીઓ સાથે આંબા, પુંજાપદર અને ભેંસવડીને જોડતા માર્ગ પર બ્રિજ બનાવવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું. તેમણે લોકોની હાલાકી ધ્યાનમાં લઈને આ કામો વહેલી તકે સરકારમાંથી મંજૂર કરાવી શરૂ કરવાની ખાતરી આપી.ધારાસભ્યશ્રીએ કહ્યું કે સરકારમાંથી તાત્કાલિક મંજૂરી લાવી કામ શરૂ કરાશે જેથી ગ્રામજનોને લાંબા સમયથી ચાલતી હાલાકીમાંથી રાહત મળે.