જોકે નાના કે મધ્યમ સાઈઝ ના ગણપતિજી ની પ્રતિમાઓ નું પાંચ માં દિવસે રાજપીપળા કરજણ નદી માં વિસર્જન કરાયું જેમાં કેટલીક પ્રતિમાઓ તો નદી કિનારે બહાર નીકળી આવતા કીચડ માં પડેલી જોવા મળી હતી.આ સ્થિતિ માં પ્રતિમા જોઈને કેટલાક ગણેશ ભક્તોની લાગણી દુભાતી હોય એ સ્વભાવિક છે, માટે હવે નગરપાલિકા ની ટીમે નદી કિનારે રઝળતી આ પ્રતિમાઓ ને શોધી તેનું પાણીમાં યોગ્ય વિસર્જન કરે તેવી ગણેશ ભકતો ની લાગણી છે.