નિઝર પોલીસે ભૂસાવલ ખાતેથી રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં લૂંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ ભૂસાવલ ખાતે એક હોટલ માંથી નિઝર પોલીસે ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં લૂંટના ગુનામાં વોન્ટેડ કુખ્યાત સલીમ ઉર્ફ સાહિલ પઠાણ ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.જેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 12 જેટલા ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.