નેપાળમાં આંદોલન કારણે ઘણા બધા લોકોના મોત નીપજીયા છે. ત્યારે રાજકોટમાં રહેતા નેપાળી પરિવારોએ આજે સાંજે 7 વાગ્યે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખ્યો હતો. નેપાળમાં ભારે હિંસાના કારણે અત્યાર સુધીમાં 20 થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે જેને લઇ રાજકોટ વર્ષોથી વસતા નેપાળી પરિવારો દ્વારા મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું