મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બુચાવાળા ગામે એક નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું જેને લઇને 108 ને જાણ કરવામાં આવી હતી 108 દ્વારા તેને તાત્કાલિક વધુ સારવાર માટે લુણાવાડા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું તો પોલીસ દ્વારા પણ બાળકને ત્યજી દેનાર માતા-પિતા ની શોધખોળ હાથ ધરવામાં આવી.