વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં આજરોજ યુવા સશકિતકરણ દિવસ નિમિતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તેવુ સાંસદ ડો.હેમાંગ જોશી એ જણાવ્યુ હતુ.