વરાછાના ભગીરથ નગર સોસાયટીમાં રવિવારના રોજ ઈટ ભરેલો ટ્રક આવ્યો હતો. અચાનક જ ટ્રકના પાછળનું ટાયર જમીનમાં ધસી પડ્યું હતું. જેના કારણે ટ્રકમાં સવાર ચાલક અને ક્લીનરના જીવ ટાળવે ચોટી ગયા હતા. તાત્કાલિક બંને જીવ બચાવી નીચે ઉતરી ગયા હતા. જે બાદ ટ્રક ને બહાર કાઢવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભારે માલવાહક હોવાના કારણે બહાર કાઢી શકાય નહોતો. જે બાદ ઈંટના જથ્થાને નીચે ઉતારવાની ફરજ પડી હતી. જ્યાં હેમખેમ રીતે ટ્રકને બહાર કાઢવામાં અંતે સફળતા મળી હતી.